मंगलवार, 9 दिसंबर 2014

જન્મ કુંડળી માં લગ્ન ફળ


તુલા રાશી લગ્ન:

જાતક દેખાવે ઉંચો તેમજ ગોળ અને શાંત ચહેરાવાળો હોય છે.
સ્વભાવે નવું જાણવાની ઈચ્છા વાળો,પોતા ની વાત સામા ની ગળે ઉતારનાર, ન્યાયી,આનંદી,સુધારાવાદી,વિશાલ કુતુબ પણ પ્રેમ ઓછો,વ્યહવાર કુશળ, મુસાફરી વધુ કરે છે.લોકપ્રિયતા દ્વારા મિત્રમંડળ વધુ હોય છે.

વૃશ્ચિક રાશી લગ્ન:

જાતક દેખાવે મજબુત અને ભરેલો બાંધો ધરાવે છે.
સ્વભાવે કાર્ય-વિચારો માં દ્રઢ,આગેવાની લેવાની વૃતિ,લડાયક,ખંતીલો- ગરમ મિજાજ યુક્ત,સ્વાર્થી, ગુસ્સા પર કાબુ કરવા માં અસમર્થ.

ધન રાશી લગ્ન:

જાતક દેખાવે ઉંચો,હસમુખો લાંબો ચહેરાવાળો હોય છે.
સ્વભાવે આનંદી, સ્વચ્છતા પ્રિય, નિયમિત, રમત-ગમત ના શોખીન,પ્રવાસી, જાત બળે આગળ આવનાર, ધર્મ પ્રત્યે લાગણી, વિચારો માં અસ્થિરતા,સ્વમાન ગવાય તો ભયંકર સ્વરૂપ ધરાવે છે.

મકર રાશી લગ્ન:

જાતક દેખાવે મધ્યમ-લાંબી ગરદન ધરાવે છે.
સ્વભાવે શાંત,ગંભીર,ખંતપૂર્વક કાર્ય કરનાર, મિત્રો સાથે વિશ્વાસુ, પણ શત્રુઓ સાથે વેરી, અતડા,યુક્તીબજ,સત્તા નો કડી પણ દુરુપયોગ ના કરે, ભૈભાંદુ નું સુખ ઓછુ.વ્યવસ્થા માં કુશળ અને મુશ્કેલી માં પણ પોતા ની જાત ની સમતુલા જાળવે છે.


કુંભ રાશી લગ્ન:

જાતક દેખાવે મજબુત બાંધો અને મધ્યમ કદ ધરાવનાર
સ્વભાવે આનંદી,નિખાલસ,સ્થિર,પ્રેમાળ,ધાર્મિક,મહેનતુ,યાદશક્તિ સારી,ભાષા શાસ્ત્ર નાશોખવાળા ,જીવનસાથી ઉચ્ચ કુલ નો મળે છે.પાછલા જીવન માં વધારે પ્રગતિ કરનાર હોય છે.

મીન રાશી લગ્ન:

જાતક દેખાવે મધ્યમ બાધા નો હોય છે.
સ્વભાવે સરળ,પરોપકારી,ન્યાયી,પણ ચંચળ મન ના, બીજા ની અસર માં તરત આવનાર, વિચાર કે નિર્ણય માં અસ્થિર તેમજ બે ધંધા કરનાર અને સારું ભોગવવું - આનંદ મેળવવો ની વૃત્તિ ધરાવનાર હોય છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें