મેષ રાશી લગ્ન:
જાતક દેખાવે મજબૂત બાંધો,એકવડો બાંધો,બરછટ વાળ,તીણી આંખો હોય છે.
સ્વભાવે સત્ય બોલનાર ,સાહસિક-હિંમત યુક્ત,બીજા થી છેતરાઈ ગયેલા,અનિશ્ચિતતા, જલ્દી લગ્ન,સ્વંત્રતા ના ચાહક,ક્રાંતિકારી,મિત્રો ની મદદ મળી રહે છે.
મિલકત મળે પણ સંપત્તિ અસ્થિર,દયાળુ પણ ત્વરિત ક્રોધી થાય છે.
વૃષભ રાશી લગ્ન :
જાતક દેખાવે ભરાવદાર શરીર,કાળી આંખો,વાકોડીયા વાળ, ખાનદાન કુળ ના હોય છે.
સ્વભાવે માયાળુ,વસ્ત્ર-દાગીના ના શોખીન,હઠીલો-ખંતીલો સ્વભાવ,પોતા ના સંતાન અને ભાઈઓ થી કકરાટ,આર્થીક લાભ,જીવન માં એક વાર મોટું નુકશાન,વાત વાત માં ખોટું લગાડનાર
જીવન સાથી બહ્યાદેખાવ ને વધુ મહત્વ આપે જેથી પરણિત જીવન ક્લેશમય.
મિથુન રાશી લગ્ન:
જાતક દેખાવે ઉંચો અને એકવડો બાંધો,હાથ લાંબા-તીવ્ર દષ્ટિ યુક્ત હોય છે.
સ્વભાવે બુદ્ધિ વિષયક કર્યો માં રુચીવાલો,હુન્નારી-લખાણ-વાંચન ના શોખીન,ચાલક,દ્રઢ નિશ્ચયી,દયાળુ, સત્તા કરનાર,સ્વચ્છતા ના ઉપાસક,અનેક ધંધા કરનાર, વાંર વાર ચિડાઈ જનાર તેમજ બીજા નો ગુસ્સો બીજા પર કાઢનાર હોય છે
કર્ક રાશી લગ્ન:
જાતક દેખાવે નબળો, મધ્યમ કદ નો,ગોળ ચેહરો ધરાવે છે.
સ્વભાવે બીકણ,કલ્પનાશીલ,પ્રસંશા થી દોરવાઈ જનાર, અનુકરણ કરનાર,અતડા ,આનંદી-ડહાપણ યુક્ત પણ અધીરો સ્વભાવ।
પોતાના સગા થી જ નુકશાન,કંઈક કરતા પહેલા વધુ વિચારે, અર્ધા જીવન સુધી અસ્થિરતા, કુંટુંબ તથા માતા પિતા પ્રત્યે ના પ્રેમ તંતુ ન
થી બંધાયેલા મન ને કરને વારંવાર વિચારો બદલનાર બને છે.
સિંહ રાશી લગ્ન:
જાતક દેખાવે દમદાર બાધા યુક્ત,પહોળા ખભા, તીવ્ર દ્રષ્ટિ ધરાવે છે.
સ્વભાવે મનવંત,સત્તાપ્રીય નિખાલસ, ભોળા, માયાળુ, પરોપકારી તેમજ ચોખ્ખા મન વાળા, મોટી ઓળખાણો ધરાવનાર, ઉત્તમ ગુણ, હલ્કીવૃતીવાળા થી નફરત કરનાર, સહનશીલ અને ધીરજ ધરાવે છે.
કન્યા રાશી લગ્ન:
જાતક દેખાવે સાધારણ બાંધો ધરાવે છે.
સ્વભાવે વિચારશીલ,વિનયી,કર્જીવાળા,કારણવગર ગુસ્સે થનાર, કુટુંબ થી દુર રહે છે,પરદેશ થી લાભ તથા કાયમ નવા નવા મિત્રો બનાવ નાર,ડંખીલો સ્વભાવ હોય છે.
અનેક ધંધા કરે છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें